ગાંધીનગરઃ બે દિવસના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા શ્રી અન્નપૂર્ણા ધામમાં પૂજા-અર્ચના કરી. આજે ગુજરાતમાં અન્ય બે કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.



માં અન્નપૂર્ણાની પૂજા-અર્ચના બાદ પીએમ મોદીએ સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા હતા. અહીં પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું.


વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં મોટા મોટા નેતાઓ પણ હાજર રહ્યાં હતાં, જેમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ સામેલ થયા હતા.


અન્નપૂર્ણા ધામની વાત કરીએ તો, મંદિર સિવાય સમાજનાં બાળકો માટે હોસ્ટેલ પણ બનાવાઈ, અહીં 5 અને 6 માર્ચે અડાલજમાં બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં રાજ્યભરમાંથી 25થી વધુ વિદ્વાન પંડિત બોલાવાશે. 25 કરોડના ખર્ચે તૈયાર થયેલા મંદિરમાં દાનપેટી નહીં રખાય અને કાર્યક્રમમાં 25 હજારથી વધુ લોકો હાજર રહેવાનો અંદાજ છે.