PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના ટૂંકા પ્રવાસે આવશે. પીએમ મોદી પાટનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨નો પ્રારંભ કરાવશે. પીએમ મોદીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા જ પીએમ મોદી ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમણે પાવાગઢના મહાકાળી મંદિર ખાતે ધ્વજા ફરકાવી હતી.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસની માહિતી
- પીએમ મોદી બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોચશે.
- 4 વાગ્યા સુધી ગાંધીનગર રાજભવનમાં રોકાશે પીએમ મોદી.
- ત્યાર બાદ 4.30 કલાકે પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચશે.
- મહાત્મા મંદિર ખાતે ડીજિટલ ભારત સપ્તાહની શરૂઆત કરાવશે પીએમ મોદી.
- ત્યારબાદ સાંજે 6 વાગે પીએમ મોદી રાજભવન પહોચશે જ્યાં ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરી શકે છે
- સાંજે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨નો મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’,‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે.