કચ્છઃ ભારત-પાક બોર્ડર પર 4.8 ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી મકાનોમાં તિરાડો પડી છે. ભુજ સહિત કચ્છના અનેક બોર્ડરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ લીધી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે વાત કરી હતી. તેમજ ભૂકંપને લઈને થયેલી અસરની વિગતો મેળવી હતી.  

Continues below advertisement


કચ્છના લખપતના નવાનગર વિસ્તારમાં ભૂકંપના પગલે મકાનોમાં તિરાડો પડી છે. ભુકંપના આંચકના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા અને સરહદી વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. હજુ પણ લખપત સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. 






દિવાળીના દિવસે જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  ISRના ડિરેક્ટર સુમેર ચોપડાએ કહ્યું હતું કે, દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 


કચ્છના બાજુમાં આવેલ પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિટલસ્કેલ ઉપર 4.8ની ત્રિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે આખા દિવસભરમાં ભૂકંપનો બીજી આંચકો અનુભાવાયો હતો.  3: 15મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ અને પાકિસ્તાન બોર્ડરથી 10 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપનો આંચકો બોર્ડરના નજીકનો વિસ્તાર લખપત,ખાવડા,અબડાસા સહિત બોડર વિસ્તારમાં અનુભાવાયો હતો. 


આ ઉપરાંત મોરબી શહેર અને આસપમાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો.