વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 1991થી કોઇપણ ભારત સરકાર કરતા અમારી સરકારનાં સમયમાં સરેરાશ 7.3 ટકા જીડીપી ગ્રોથ મહત્તમ છે. જો બીજી બાજુ જોઇએ તો મંદીનો સામાન્ય રેટ જે 4.6 ટકા છે. મોદીએ કહ્યું કે, અમારી સરકારે યુવાઓને રોજગારી આપવા માટે ખૂબ મહેનત કરી છે. મેક ઇન ઇન્ડિયામાં રોકાણ અને સ્કીલ ઇન્ડિયા, ડિઝીટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો મારફતે અમારો હેતું રોજગારી આપવાનો છે. ભારત ઉભરતી આર્થિક સત્તા બની રહ્યું છે.
મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ હવે દેશનો નહી પરંતુ ઇન્ટરનેશનલ સ્તરનો બની ગયો છે. ભારત હવે બિઝનેસ માટે તૈયાર થઇ ગયું છે. અમે વિશ્વ બેંકના ઈઝ ડુઈંગ બિઝનેસમાં65ની છલાંગ લગાવી છે, હવે આગામી એક વર્ષમાં 50ની અંદર આવવું છે. જીએસટી અંગે વાત કરતા મોદીએ કહ્યું કે, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બિઝનેસ કરવો સરળ રહે. જીએસટીનાં અમલીકરણ અને અન્ય મહત્વનાં ટેક્સના કારણે ટ્રાન્સેક્શન કિંમત અને પ્રોસેસ વધારે સારી બની છે. અમારે હજી વેપારને ડિજીટલ પ્રોસેસથી વધારે ઝડપી બનાવવો છે.'
-મુકેશ અંબાણીએ કહ્યું કે PDPUને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવા માટે 150 કરોડ ફાળવવામાં આવશે. ભારતનો ડેટા ભારતમાં જ રહે અને ભારતના ડેટા વિદેશી કંપની પાસે ન જાય તેવી તેમણે રજૂઆત કરી હતી.
-રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત છે. મને ગુજરાતી હોવાનો મને ગર્વ છે. ગુજરાતમાં રિલાયન્સ 10 લાખ લોકોને રોજગાર આપે છે: મુકેશ અંબાણી
-વાઇબ્રન્ટ સમિટને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું-ગુજરાતની પ્રજા ના સપના એ મારા સપના છે.સંપૂર્ણ ડિજિટલ ગુજરાત માટે જીઓ નેટવર્ક સંપૂર્ણ સમર્પિત છે
-અદાણી ગ્રુપ ગુજરાતમાં 55 હજાર કરોડનું મૂડીરોકાણ કરશે જેનાથી 50 હજાર થી વધુ રોજગારીની નવી તક ઊભી થશે. કચ્છમાં સ્થાપશે સૌથી મોટો સોલાર પ્લાન્ટ
-ગુજરાતમાં ટોરેન્ટ ગ્રુપના 30 હજાર કરોડથી વધુ નું અત્યાર સુધી મૂડી રોકાણ કર્યું છે. આગામી સમયમાં વધુ 10 હજાર કરોડનું મૂડી રોકાણ કરશે.
-ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
-આદિત્ય બિરલાએ ગુજરાતમાં 15 હજાર કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત.સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટનું મહત્વનું યોગદાન
-જય.. જય.. ગરવી ગુજરાતના લોકપ્રિય ગુજરાતી ગીતથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો.
-ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. તેમણે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીના વીઝનને કારણે જ ગુજરાતની પ્રગતિ થઇ હોવાનું કહ્યું. સાથે તેમણે નરેન્દ્ર મોદીના વીઝનને આગળ વધારવાની ખાતરી આપી હતી.