ગાંધીનગરઃ ગુજરાતમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીનું પોલીસ સ્ટેશન સ્થપાશે. મળતી જાણકારી અનુસાર ,ગુજરાતમાં  NIAનું પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે. હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી ગુજરાતમાં જ ફરિયાદ દાખલ કરશે. મળતી જાણકારી અનુસાર, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીનું પોલીસ સ્ટેશન અમદાવાદના જગતપુર ખાતે સ્થપાશે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગૃહ વિભાગ દ્ધારા નિર્ણય લેવામાં આવ્યો હતો.


એનઆઇએ દ્ધારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવિધ મુદ્દે તપાસ ચાલે છે. ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃતિ વગેરે બાબતોની તપાસ ચાલુ છે. ભૂતકાળમાં અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં NIA દ્વારા તપાસ થઈ હતી. અમદાવાદમાં સ્થાપનાર પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે.


Gandhinagar:  શિક્ષણ મંત્રીની શિક્ષણ સંઘો સાથે બેઠક, શિક્ષકોની બદલીનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર


ગાંધીનગર: શિક્ષકોની બદલી અંગે મળેલી બેઠક બાદ ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થયો છે.  સોમવારે ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. આ વેકેશન દરમિયાન શિક્ષકોની બદલી થઈ જશે.  સિનિયોરીટી અને મૂળ શાળા બદલીના નિયમો અંગે ચર્ચા થઈ છે.  આજની બેઠક છેલ્લી બેઠક ગણવામાં આવી છે.  શાળા મર્જ થાય ત્યારે શિક્ષકની સિનિયોરીટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. 


શિક્ષકોને મૂળ શાળામાં બદલી આપવાની પણ ચર્ચા થઈ છે.  જિલ્લા ફેર બદલી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.  લીગલ ઓપીનીયન પણ લીધો છે માટે હવે કોર્ટ મેટર થવાની શક્યતા રહેતી નથી.   કોર્ટમાં હાલ જે મેટર ચાલે છે તે અંગે પણ સમાધાન થાય તે મુજબની ચર્ચા થઈ છે.  બદલી નિયમોનાં ઠરાવ અંગે  આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. બદલીનાં નિયમોમાં આખરીકરણ માટે મુસદ્દો તૈયાર કરાયો છે. બદલી નિયમોમાં આખરીકરણ માટે બેઠક મળી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર શિક્ષણ સંઘોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 


TATની પરીક્ષાની તારીખ જાહેર


માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 4 જૂને TATની પ્રીલિમનરી પરીક્ષા લેવાશે જ્યારે 18 જૂને લેવાશે TATની મુખ્ય પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે આજથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો હતો. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.


23 પ્રિલે યોજાઈ હતી TET-2ની પરીક્ષા 


નોંધનીય છે કે 23 એપ્રિલે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાઇ હતી. અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી