ગાંધીનગરઃ દિવાળી પછી પોલીસબેડામાં મોટા ફેરબદલના એંધાણ છે. નવેમ્બરના બીજા અઠવાડિયામાં પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓ થશે. શરૂઆતમાં આઇપીએસની અને ત્યાર બાદ ડીવાયએસપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરોની સામુહિક બદલીઓ થશે. તમામ મહાનગરોના પોલીસ કમિશ્નરો બદલાવાની પુરી શક્યતા છે. અનેક આિપીએસએ ઉચ્ચ અધિકારીઓએ મનપસંદ પોસ્ટિંગ લેવા લોબિંગ શરુ કર્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. 


રાજ્યના 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રૂપાણી સરકારમાં કામ કરી ચુકેલા મનોજ દાસ, અશ્વની કુમારને પોસ્ટિંગ અપાયું છે. જે.પી. ગુપ્તાને નાણા સચિવ બનાવાયા છે. તો મિલિંદ તોરવણને જીએસટીનો વધારો ચાર્જ સોંપાયો છે. અશ્વની કુમારને રમત-ગમત વિભાગના સચિવ બનાવાયા છે. જ્યારે અવંતિકાસિંગને જીઆઇડીબીનો સીઇઓનો વધારો હવાલો અપાયો છે. 


 


એમ. કે. દાસને બંદરો અને વાહન વ્યવહાર અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે.   જે. પી. ગુપ્તાને અગ્ર સચિવ નાણાં વિભાગમાં બદલી આપવામાં આવી છે. આ સિવાય અશ્વની કુમારને સ્પોર્ટસ યુથ અને કલ્ચર એક્ટિવિટી વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલનો વધારોનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. 


 


આ સિવાય બી.એ. શાહને બોટાદ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. એસ. છાકછુઆકને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના ડિરેક્ટરનો વધારનો ચાર્જ અપાયો છે. કમલ એન. શાહને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બનાવાયા છે. જ્યારે તુષાર સુમેરાને ભરુચના કલેક્ટર બનાવયા છે. 



PM Modi in G-20: 5 વડાપ્રધાન પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર ઇટાલી પહોંચ્યા છે. તેઓ અહી જી-20 સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં તે જી-20ના નેતાઓ સાથે કોરોના મહામારી, વિકાસ અને ક્લાયમેન્ટ ચેન્જ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી 30-31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે અને ત્યાં થનારી જી-20 સમિટમાં ભાગ લેશે. ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રૈગીના નિમંત્રણ પર વડાપ્રધાન મોદી ઇટાલી પહોચ્યા છે. આ દરમિયાન બંન્ને નેતાઓ વચ્ચે બેઠક થશે અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરશે. બેઠક દરમિયાન આતંકવાદ રોકવા અને પરસ્પર વેપાર વધારવાની સંભાવના પર ચર્ચા થશે. પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર રવાના થતા અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું કે રોમમાં આયોજીત જી-20 સમિટમાં ભાગ લેવા જઇ રહ્યો છું. જી-20 નેતાઓ સાથે કોરોના મહામારી અને જળવાયુ પરિવર્તનથી થતા નુકસાન પર ચર્ચા થઇ શકે છે. દરમિયાન વડાપ્રધાન મોદી રોમ અને વેટિકન સિટીનો પણ પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી બોરિસના આમંત્રણ પર તેઓ 1 થી 2 નવેમ્બર સુધી ગ્લાસગોમાં રહેશે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જી-20 સમિટ આ વર્ષે ઇકોનોમિક અને હેલ્થ રિકવરી પર કેન્દ્રિત રહેશે. ક્લાયમેન્ટ ચેન્જ પર પણ જી-20 સંમેલનમાં ચર્ચા થશે. ભારતે પણ જી-20 મંચનો પ્રભાવી વૈશ્વિક સંવાદ માટે સારો ઉપયોગ કર્યો હતો. જી-20 દેશોની મહાબેઠક માટે ઇટલીમાં જે થીમ બનાવી છે, તેમાં જળવાયું પરિવર્તન,કોરોના અને આર્થિક રફતાર મુખ્ય મુદ્દો છે