BJP: રામાયણ સિરિયલની ‘સીતા’ દીપિકા ચિખલીયા ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપિકા ચિખલીયાને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર બનાવી શકે છે. નોંધનીય છે કે દીપિકા ચિખલીયા વડોદરાના સાંસદ રહી ચૂક્યા છે.


ભાજપ ગુજરાતમાંથી જ દિપીકા ચિખલીયાને લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે. ગુજરાતથી દિપીકા ચિખલીયા ચૂંટણી લડે તેવી સંભાવના છે. ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે.


દેશ ભરમાં હાલ રામમંદિર બનવા બદલ આનંદનો માહોલ છે. માહોલનો વધુ લાભ મેળવવા ભાજપ દીપિકા ચીખલિયાને ચૂંટણી જંગમાં ઉતારવા માંગે છે. શિક્ષિત યુવા તરીકે દીપિકા ચીખલિયાની ભાજપ પસંદગી કરી શકે છે. ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક પણ બની શકે છે.


સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે, સી.જે. ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ કેસરિયો ધારણ કરશે, વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં સી.જે. ચાવડા ભાજપમાં વિધિવત રીતે જોડાશે, પાટીલ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં વેલકમ કરશે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ.


મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય પદથી રાજીનામું આપનારા વધુ નેતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાવવાના છે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. આ દિવસે વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કેમ કે સી.જે.ચાવડાએ વિજાપુર બેઠકથી રાજીનામું આપ્યું છે ત્યારે લોકસભાની સાથે જ યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે સી.જે.ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું. આ તમામની વચ્ચે ચાવડાને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીંવત છે.