ગાંધીનગરઃ કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો શરૂ કરવાને લઈને ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ થઈ રહ્યો છે. શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણ મંત્રી સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. દિવાળી બાદ શાળા કોલેજો શરૂ કરવા વિચારણા માટે મળેલી અધકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે.

શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સાથે શિક્ષણમંત્રીની ચર્ચાઓ ચાલુ છે. સ્કૂલો શરૂ કરવા માટે જરૂરી એસઓપી તૈયાર કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણ મંત્રી સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.



રાજ્યના શિક્ષણ વિભાગનું સંભવિત આયોજન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પહેલા કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખુલશે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ અને છેલ્લે પ્રાથમિક શાળાઓ ખુલે એ પ્રકારનું આયોજન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે શિક્ષણ મંત્રીની મહત્વની બેઠક પછી અંતિમ નિર્ણય લેવાશે. દિવાળી બાદ શાળાઓ ખોલવા ન ખોલવા સંદર્ભે મોટા નિર્ણય લેવાઈ શકે છે.