ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની મમ્મીના મામલે બહુ મોટો ધડાકો થયો છે. શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદીની હત્યા તેના જ પતિ સચિને કરી દીધો હોવાની રકબૂલાત કરી છે. આ માહિતી હાંગીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આપી છે. સચિને હત્યા કરી પછી લાશને સૂટકેસમાં ભરીને ઘરમા જ મૂકી દીધી હતી.
આઈજી અભય ચુડાસમાએ માહિતી આપી હતી કે, સચિન પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાનો હતો તેથી હીના ઉર્ફે મહેંદી ગુસ્સે થઈ ગઈ હતી. આ મુદ્દે તહીનાએ સચિનને કહ્યું હતું કે, તુ વતન નના જઈશ અને મારી સાથે જ રહે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ગુસ્સામાં આવેલા સચિને હીના ઉર્ફે મહેંદીની હત્યા કરી નાંખી હતી. સચિને હીનાની ગળું દબાવીને હત્યા કરી હતી પણ લાશનો નિકાલ નહોતો કર્યો. સચિને લાશ સૂટકેસમાં રાખી હતી ને પોલીસ લાશને કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કહ્યું કે, મેંહદી ઉર્ફે હિનાની હત્યા સચિને જ કરી છે, બાદમાં તેના બાળકને ત્યજી દીધો હતો. બન્નેના પ્રેમ અંગે પોલીસ પીસીમાં સામે આવ્યુ કે બન્નેને પ્રેમ વડોદરાના એક શૉમાં સંપર્કમાં આવ્યા બાદ પાગળ્યો હતો. હિના અહીં દર્શના ઓવરસીઝ ફ્લેટમાં રહેતી હતી. પોલીસે હાલ સચિનની ધરપકડ કરીને બાળકને ત્યજવાના ગુનામાં ધરપકડ કરી છે, અને હત્યાના ગુના અંગે પોલીસ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.
પોલીસે જણાવ્યું હતું કે સચિન દીક્ષિત હિના ઉર્ફે મહેંદી સાથે પ્રેમમા હતો. 2019 થી સાથે રહેતા હતા. 2 મહિનાથી સચિને વડોદરામાં નોકરી લીધી હતી. સચિન પાંચ દિવસ વડોદરા અને બે દિવસ ગાંધીનગર રહેતો હતો. 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર સચિન રહેતો હતો. સચિને હિનાની ગળુ દબાવી હત્યા કરી તેની લાશને બેગમાં પેક કરી રસોડામાં મુકી દીધી હતી. વડોદરામાં તેની સામે હત્યાનો ગુનો નોંધાશે. હિના અને સચિનના લગ્ન નહોતા થયા તે લિવ ઇનમા રહેતા હતા.