સોમવારે અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી ગયું હતું. તાપમાન 30.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ગુજરાતમાં 8.0 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અને 34.0 ડિગ્રી સાથે વેરાવળ સૌથી ગરમ શહેર બન્યું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ચર ડો.જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક એમ બે લો-પ્રેશર સક્રિય છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.