કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રધાનમંત્રી મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી
abpasmita.in | 19 Nov 2016 06:17 PM (IST)
ગાંધીનગર: ગાંધીનગરમાં કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું છે કે નોટબંધીના નિર્ણયથી સરકારની તિજોરી લૂંટનારાઓના ઘરમાં આગ લાગી છે. સ્મૃતિ ઇરાનીએ પ્રધાનમંત્રીની સરખામણી ભગવાન કૃષ્ણ અને અર્જુન સાથે કરી હતી. કેંદ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નરેંદ્ર મોદીને ભગવાન કૃષ્ણ અને અર્જુન સાથે સરખાવ્યાં હતા. આ સાથે જ કહ્યું કે તેમના નોટબંધીના નિર્ણયથી ગરીબોના અધિકાર છીનવી ભારતની તિજોરી લુંટી મજા કરનાર અને કાળું નાણું ભેગું કરનારના ઘરે આગ લાગી છે. સામાન્ય પ્રજા જે પ્રકારે નરેન્દ્ર મોદી સાથે છે એ જ બતાવે છે કે તેમનો નિર્ણય કેટલો સાચો છે.