ગાંધીનગરઃ પાંચ દિવસીય ચોમાસા સત્રનો આજથી થશે પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોરોના રેપીડ ટેડટિંગ માટે ટીમ તૈનાત રાખવામાં આવશે. ગઈકાલના બાકી રહેલા ધારાસભ્ય અથવા અધિકારીઓ આજે કોરોના ટેસ્ટ કરાવી શકશે.


આજે મળનાર સત્રમાં ભાજપ અને કૉંગ્રેસના મળી કુલ આઠ ધારાસભ્યો હાજર નહીં રહી શકે. સત્ર પહેલાં ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યોનો કરવામાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના 70 ધારાસભ્યોએ ટેસ્ટ કરાવ્યા. જેમાં ફક્ત સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો હતો. જેઓ આ સત્રમાં ભાગ નહીં લઈ શકે. તો ભાજપના બાકીના ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ આજે કરાશે. આ તરફ કૉંગ્રેસના 46 ધારાસભ્યોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં 3 ધારાસભ્યોનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના સંક્રમિત આ ત્રણ ધારાસભ્યો છે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુંમર, ધાનેરાના નથાભાઈ પટેલ અને વ્યારાના પૂનાભાઈ ગામીત. વીરજી ઠુંમરે તો બે વખત કોરોના ટેસ્ટ કરાવ્યો અને બન્ને વખત રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો પોતપોતાના વિસ્તારમાં કૉંગ્રેસના 12 ધારાસભ્યોએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં બાયડના ધારાસભ્ય જશુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ મળીને કૉંગ્રેસના આ ધારાસભ્યો હવે વિધાનસભા બેઠકમાં હાજરી નહીં આપી શકે.

વિઘાનસભામાં પ્રવેશ સમયે જ વિધાનસભામાં તાપમાન માપવામાં આવશે. ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવશે. મુખ્ય હોલમાં 92 ધારાસભ્ય તો પ્રેક્ષક ગેલેરીમાં 79 ધારાસભ્યની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. સત્રના પ્રથમ દિવસે બે બેઠક મળશે. બપોરે 12 વાગે મળનારી પ્રથમ બેઠકમાં શોક દર્શક ઉલ્લેખ લાવવામાં આવશે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ સિવાય કોરોના વોરિયર્સ, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા સહિત 8 સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે. પ્રથમ બેઠકમાં 2 નામંજૂર કરતા વટહુકમ અને 3 સરકારી વિધેયક લવાશે. જેમાં ધારાસભ્યો, મંત્રીઓ અને પદાધિકારીઓના 30 ટકા પગાર કપાત સુધારા વિધેયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક તથા ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયકનો સમાવેશ થાય છે.

બીજી બેઠકમાં પહેલા 2 ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર જવાબ રજૂ થશે. જેમાં ઉત્તર ગુજરાતમાં રસ્તા પર ગાયો છોડવા બાબત અને નવસારી જિલ્લામાં વરસાદથી રસ્તાઓ ખરાબ થવા બાબતે જવાબ રજૂ થશે. નિયમ 116 અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ તાકીદ બાબત પર વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે. તો બીજી બેઠકમાં મુખ્યમંત્રી પણ મહત્વનું નિવેદન આવશે. મુખ્યમંત્રીના નિવેદન બાદ વિવિધ એહેવાલ મેજ પર મુકવામાં આવશે. ત્યારબાદ વિધાનસભામાં સભ્યોના રાજીનામા બાબતે અધ્યક્ષ જાહેરાત કરશે. બીજી બેઠકમાં કોરોના વોરિયર્સ માટે મહત્વનો સરકારી સંકલ્પ લાવવામાં આવશે.