ગાંધીનગરઃ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી વીજ વપરાશ કરતા ઔધોગિક એકમો પાસેથી વિધુત શુલ્કમાં ફક્ત પાંચ પૈસાનો વધારો કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ઉર્જામંત્રી સૌરભ પટેલે આ જાણકારી આપી હતી. સૌરભ પટેલે કહ્યુ કે, પરંપરાગત સ્ત્રોતોથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી વિદ્યુત શુલ્કમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ઔદ્યોગિક એકમોએ વીજ ટેક્સ યુનિટ દીઠ 55 પૈસાને બદલે 60 પૈસા આપવાનો રહેશે. પાંચ વર્ષ બાદ વિધુત શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે.
સૌરભ પટેલે કહ્યું કે, રાજ્યમાં મોટાભાગના ઔધોગિક એકમો વીજ વિતરણ કંપનીઓ પાસેથી વિજળી મેળવે છે અને તેના પર હાલમાં 15 ટકા વીજ ટેક્સ છે. વર્તમાન ટેરિફ અનુસાર યુનિટ દીઠ તેનો ખર્ચ આશરે રૂ 1.05 રૂપિયા થવા જાય છે, જયારે કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી સરકાર પાંચ પૈસાના વધારા બાદ 60 પૈસા જ વસૂલી રહી છે.
આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા બિલ રજૂ કરતાં સૌરભ પટેલે કહ્યુ કે, પરંપરાગત સ્ત્રોતોથી વીજ ઉત્પન્ન કરતા એકમો પોતાનું મૂડીરોકાણ કરતા હોવાથી વિજળી તેઓને મોંઘી પડતી હોવાના કારણે આ ઘટાડો કરવા રજૂઆત કરી હતી.
ગાંધીનગરઃ કેપ્ટીવ પાવર વાપરતા ઉદ્યોગો માટેના વીજ કરમાં યુનિટ દીઠ પાંચ પૈસાનો કરાયો વધારો
abpasmita.in
Updated at:
25 Jul 2019 10:41 PM (IST)
પરંપરાગત સ્ત્રોતોથી કેપ્ટીવ (સ્વ ઉત્પાદિત) વીજ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો પાસેથી વિદ્યુત શુલ્કમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -