આ મુદ્દે નારાજગી દર્શાવનારા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. ટૂંક સમયમાં જ સરકાર દ્વારા વિદ્યાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવે એવી માંગ માટે ટેટ પાસ ઉમેદવારોના થોડા પ્રતિનિધિઓ શિક્ષણ વિભાગમાં રજુઆત કરવા માટે જતા હતા ત્યારે તેમની અટકાયત કરાઈ હતી.
આ પ્રતિનિધીઓની રજૂઆત છે કે, 2015 માં ટેટ 1 ને ટેટ 2 પાસ કરેલા 15 હજાર કરતા વધું ઉમેદવારોની માર્કશીટની માન્યતા આવતા મહિને 19 ઓક્ટોબર 2020ના રોજ પૂર્ણ થશે. આ પહેલા ભરતી નહીં થાય તો આ ઉમેદવારોએ ફરી આ પરીક્ષા પાસ કરવી પડશે. આ ઉપરાંત 2017માં પણ 47 હજાર જેટલા ઉમેદવારોએ ટેટ પાસ કરી છે. આ તમામ વિદ્યાર્થીઓની માર્કશીટનમી માન્યતા રદ થાય એ પહેલાં ભરતી કરવા તેમમે અપીલ કરી છે.