Old Pension Scheme: જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમા આજે રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. તેમની માંગ છે જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે.


મહીસાગર, પંચમહાલના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. તે સિવાય ગીર સોમનાથ, કચ્છ, ગોધરા, આણંદ, રાજકોટ, જેતપુર,ધોરાજી, અમરેલી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા.


શૈક્ષિક મહાસંઘના અનુસાર, અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી. ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી હતી.પરંતુ આજ દિવસ સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતાં આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણાં યોજાશે.


આંદોલનમાં જોડાવવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા હતા તો મહીસાગર અને આણંદના બોરસદમાંથી પણ શિક્ષકો રવાના થયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા શૈક્ષિક મહાસંઘના આંદોલનને વિવિધ સંસ્થાઓએ સમર્થન આપ્યું હતું.


જૂની પેન્શન યોજના શું છે


જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી હતી. જેમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.


2004 થી લાગુ કરવામાં આવેલી નવી પેન્શન યોજના કુલ જમા રકમ અને રોકાણ પરના વળતર અનુસાર નક્કી કરવામાં આવે છે. આમાં કર્મચારીએ તેમની બેઝિક સેલેરી  અને ડીએના 10 ટકા પ્રમાણે લાભ મળે છે. 1 મે 2009 થી એનપીએસ યોજના બધા માટે લાગુ કરવામાં આવી હતી. જ્યારે જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કપાત કરવામાં આવતી ન હતી. આમ હવે નવી પેન્શન યોજના પ્રમાણે કર્મચારીના પગારમાંથી 10 ટકા કપાત કરાય છે. નવી પેન્શન યોજનામાં ફિક્સ પેન્શનની કોઈ ગેરન્ટી નથી.


આ પણ વાંચો


Doctors Protest: કોલકત્તામાં મહિલા ડોક્ટરની હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યા, તમામ સરકારી મેડિકલ કોલેજમાં ડોક્ટરોનો વિરોધ