ગાંધીનગર: સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ માટે દરેક વ્યક્તિ કોઈના કોઈ રીતે આ અવસરે સહભાગી થવા માગે છે. આ અનોખા અવસરે અનેક લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. જો કે, જે લોકો અયોધ્યા નથી જવાના તે લોકો પોતાના નિવાસ્થાને જ ટીવી પર આ દ્રશ્યો નિહાળી અને પોતાના ઘરે દિવડા પ્રગટાવી સહભાગી થઈ શકશે.




તો બીજી તરફ કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સહિત કેટાલક રાજ્યોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આ કડીમાં ગુજરાત સરકારે પણ રજાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર રાજ્ય તથા દેશમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તારિખ 22 જાન્યુઆરી સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2.30 સુધી બંધ રહેશે.


આ ધારાસભ્યએ લખ્યો હતો પત્ર


આ મામલે ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. યોગેશ પટેલે માંગ કરી છે કે 22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવે. લોકો કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે રજા જાહેર કરવા માંગ કરી છે. શિવજી કી સવારી પરિવારનાં અગ્રણી તરીકે તેમણે પત્ર લખ્યો છે. સત્યમ શિવમ સુંદર ટ્રસ્ટનાં અગ્રણી છે ધારાસભ્ય યોગેશ પટેલ.


22 જાન્યુઆરીએ સરકારી કચેરીમાં અડધા દિવસની રજા જાહેર


રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને  કેન્દ્ર સરકારે સરકારી કાર્યલયમાં 22 જાન્યુઆરે અડધા દિવસની રજા જાહેર કરી છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય  જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સરકારે પોતાના આદેશમાં કહ્યું, "અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024 ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે." કર્મચારીઓને ઉત્સવમાં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે.