ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની માતા અમદાવાદ અથવા વડોદરાની હોવાની શક્યતા છે. ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવા મુદ્દે પોલીસ તપાસ તેજ કરાઈ છે તેમાં પોલીસને માસૂમ શિવાંશના પિતા સચિનની પ્રેમિકા અમદાવાદ અથવા વડોદરા હોવાની શંકા છે. સચિન વડોદરા નોકરી કરતો હોવાથી વડોદરામાં કોઈ યુવતી સાથે શરીર સંબંધ બંધાયા હોય અને બાળક જન્મ્યું હોય એવી

  પોલીસને પ્રબળ શંકા છે.


હાલમાં સચિન અને સચિનની પત્ની આરાધનાની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, આ બાળક અંગે મને કંઈ જ ખબર નથી અને હું સચિનની પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી. મારી ગેરહાજરીમાં સચિને આ કારસ્તાન કર્યું છે અને 'હું કોટા હતી ત્યારે તેણે આ કૃત્ય કર્યું છે. તરછોડાયેલા માસુમ બાળક અને પતિના પ્રેમસબંધ બાબતે પોતે કશુ જાણતી ન હોવાનું અનુરાધા રટણ કરી રહી છે. પત્ની આરાધનાએ કહ્યું કે, પોતે ફેમિલી સાથે રાજસ્થાન કોટા ગઇ હતી અને પતિ સચીન ઘરે એકલો હતો તે દરમિયાન પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો. 


સચિન દિક્ષિતની પત્ની આરાધના દીક્ષિતની સેક્ટર 26 ના ગ્રીન સિટી બંગલો ખાતે પૂછપરછ થઈ રહી છે. પત્ની બાદ પતિ સચિન દીક્ષિતની પણ એલસીબી ખાતે પૂછપરછ કરાશે. આ બળાક સચિન દિક્ષિતની પ્રેમિકાનું હોવાનું કહેવાય છે ત્યારે તરછોડાયેલા માસૂમ બાળક અને પતિના બાળકની માતાના પ્રેમસબંધ બાબતે પત્ની આરાધનાએ પોતે કશું જાણતી ન હોવાનો દાવો કર્યો છે. પત્ની આરાધનાનો દાવો છે કે, પોતાના પરિવાર સાથે રાજસ્થાન કોટા પિયરમાં એક પ્રસંગમાં ગઇ હતી. પતિ સચીન ઘરે એકલો હતો અને પછી પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો.


ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો યુવક ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.


ગાંધીનગર પોલીસે 100થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. સચિન દીક્ષિત, પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી.