ગાંધીનગરઃ ગુજરાતના મીડિયામાં શનિવારે દિવસભર માસુમ બાળક ‘સ્મિત’ છવાયેલો રહ્યો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક શુક્રવારે રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. આ સમગ્ર મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, આ બાળકના માતા-પિતાને શોધવા માટે જિલ્લાની વિવિધ 14 ટીમોએ કામગીરી હાથ ધરી હતી. CCTV થી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વાહન રજિસ્ટ્રેશન નંબરથી માલિકના ઘર સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી. આ બાળકનું નામ શિવાંશ છે અને તેની ઉંમર 8 થી 10 માસ છે. પિતા સચિન બાળકને મુકી રાજસ્થાન ભાગી ગયો હતો.
બાળક મળ્યા બાદ તેને ગાંધીનગરના કોર્પોરેટર દીપ્તિબેને પટેલે સગી માતાની જેમ સાચવ્યો હતો. આ અંગેના વીડિયો પણ વિવિધ માધ્યમોમાં દિવસભર ચાલ્યા હતા. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મહિલા કોર્પોરેટરની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ભારતી જનતા પાર્ટીના કોર્પોરેટર યશોદા બનીને આ બાળકને તેના માતાએ જેટલો પ્રેમના આપ્યો હોય એ પ્રકારનો પ્રેમ આપ્યો હતો.
બાળકના પિતા વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છે. 190થી વધુ પરિવારોએ બાળકને દત્તક લેવા માટે કીધુ હતું. આખી રાત પોલીસ-મીડિયાએ મહેનત કરી હતી. પેથાપુરના નાગરિક તપાસમાં જોડાયા હતા.કોર્પોરેટર દીપ્તિબેને યશોદા બની બાળકને પ્રેમ આપ્યો.બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં સુધી બાળકને માતાની જેમ પ્રેમ આપ્યો. અલગ અલગ કુલ 14થી વધુ ટીમ બનાવવામાં આવી હતી. માતા પિતાને શોધવાનું કામ કર્યું. પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું
માસૂમ સ્મિતના પિતા અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ ઉત્તરપ્રદેશનોવતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે. હાલ તેના ઘરે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 14 ટીમ તૈયાર કરાઈ હતી, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ટીમ તથા મહિલા પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.