ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ વર્ષે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. આ વર્ષે 10મી વખત વાઇબ્રન્ટ સમિટનું આયોજન થશે. 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ વર્ષે વાઈબ્રન્ટ સમિટની થીમ ફ્રોમ આત્મનિર્ભર ગુજરાત ટુ આત્મનિર્ભર ભારત રહેશે.


વાઈબ્રન્ટ સમિટ માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટ પહેલા ડિસેમ્બર - જાન્યુઆરી દરમિયાન પ્રિ વાઈબ્રન્ટ ઇવેન્ટ્સ યોજાશે. સેક્ટર 17ના એક્ઝિબિશન સેન્ટરમાં 1 થી 5 ડિસેમ્બર ટ્રેડ શો યોજાશે.  યુએસએ, જર્મની, ઇટાલી, કોરિયા, તુર્કી, તાઇવાન, બેલ્જીયમ, ચાઈના, જાપાન, સિંગાપોર સહીતના 20 દેશોમાંથી અંદાજે 750 એક્સિબિટર્સ અને મુલાકાતીઓ ભાગ લેશે.


 


અમદાવાદમાં કોરોનાના કેસ વધવાની આશંકા 


અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ મહદઅંશે વધતા ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરના વસ્ત્રાપુર, NID, પાલડી સહિત 30 સ્થળોએ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં માત્ર 40 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. AMCનું માનવું છે કે એન્ટીજન ટેસ્ટિંગ માટેના ડોમમાં નાગરિકો ઓછા ટેસ્ટ કરાવતા હોવાના કારણે હાલ ઓછા ડોમ ઉભા કરવામાં આવ્યા છે.


વસ્ત્રાપુર સ્થિત ડોમમાં 12 નાગરિકોએ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં એક પણ પોઝિટિવ નોંધાયા ન હોવાનો સ્વીકાર આરોગ્ય અધિકારીએ કર્યો હતો. બેવડી ઋતુના કારણે શરદી ખાંસીના કિસ્સા વધતા હાલ નાગરિકો કોરોના ટેસ્ટિંગ કરાવી રહ્યા હોવાનું પણ આરોગ્ય કર્મચારીઓનું માનવું છે.


 


રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર, જાણો ક્યાં સમયથી હાડ થીજાવતી ઠંડીનો થશે અનુભવ, હવામાન વિભાગે શું કરી આગાહી


Surat: એક જ પરિવારના 5 સભ્યોને કોરોના, રસીના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના થતાં ખળભળાટ, ત્રણ વર્ષનાં ટ્વિન્સ પણ ભોગ બન્યાં


Laxman As NCA Chief: સૌરવ ગાંગુલીની વાત માની વીવીએસ લક્ષ્મણ બનશે NCAના અધ્યક્ષ