ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ, કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડીસીવીર અને ટોસિલીઝુમેબ ઇન્જેક્શનોની અછત વચ્ચે હવે તેની કાળાબજારની આશંકા સેવાઇ રહી છે. કેન્દ્ર સરકારની સૂચનાના પગલે રાજ્યમાં સતર્કતા વધારવામાં આવી છે.


કોરોનાની સારવાર માટેના ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના કાળા બજારની એક ઘટના પણ પ્રકાશમાં આવી છે. કાળા બજારી કરનાર ડીલર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ડીલરે મૂળ કિંમત કરતા લગભગ બમણી કિંમત આ ઇન્જેક્શનની વસુલી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આ બંને ઇન્જેક્શનોના સ્ટોક ઉપર નજર રાખશે.

હાલ આ બંને ઇન્જેક્શનોની માંગ સામે પુરવઠો ઓછો છે. મુખ્ય ડીલર પાસે જ આ જથ્થો હોય, હજુ કેમિસ્ટની દુકાનો ઉપર આ ઇન્જેક્શન નથી મળી રહ્યા. ડીલરને ત્યાં પ્રશાસન ઓચિંતિ તપાસ હાથ ધરી શકે છે.