ગુજરાત એસટી નિગમ દ્વારા આજથી રાજ્યમાં સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એસટી બસ ચાલુ રાખવાનું આયોજન કરાયું છે. ઝોન પ્રમાણે એસટી બસની સેવા શરૂ થશે. ઇ-ટીકીટ ખરીદનાર પેસેન્જરને જ બસમાં યાત્રા કરવા મળશે. EBTM મશીન કે બસ સ્ટેન્ડના કાઉન્ટરમાંથી ટીકીટ આપવામાં આવશે નહીં.
બસ ઉપડવાના 30 મિનિટ પહેલા પેસેન્જરે સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસમાં સીટીંગ કેપેસટીના 60 ટકા મુસાફરો સાથે જ વહન કરાશે. દરેક મુસાફરોનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરાશે. મુસાફરોને માસ્ક પહેરવું ફરજીયાત છે, માસ્ક વગરનાને મુસાફરી કરવા દેવાશે નહીં. મુસાફરોને એન્ટ્રી આપતા પહેલા હાથ સેનેટાઇઝ કરવાના રહેશે. બસને દરેક ટ્રીપ બાદ સેનેટાઈઝ અને સાફ સફાઈ કરાશે. બસ સ્ટેશનમાં મુસાફરોને કુંડાળામાં ઉભા રખાશે. તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્વારા સમયાંતરે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સૂચનાનું એનાઉન્સમેન્ટ કરવાનું રહેશે.