ગાંધીનગરઃ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળવાની છે. બેઠકમાં પાટીદાર સમાજ અનામતની માંગણીની અરજી અંગે ચર્ચા કરાશે. આ સાથે શહીદોના પરિવારોને નોકરીની માંગણી કરાશે. પાટીદાર આંદોલન સમયે થયેલ કેસો સહિતના મુદ્દાઓ અંગે બેઠકમાં ચર્ચા થશે. 


આ બેઠક મુદ્દે દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે,  રાજ્યના પાટનગરમાં પાટીદારોની ચિંતન બેઠક યોજાવાની છે. પાટીદાર અનામત આંદોલન સમિતના હોદ્દાદરો બેઠકમાં હાજર રહેશે. પાટીદારની ધાર્મીક સંસ્થા ઉંઝા ઉમિયા ધામ અને ખોડલધામના ટ્રસ્ટીઓને બેઠકમાં હાજરી આપવા આંમંત્રણ અપાયું છે. છ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થશે.


તેમણે જણાવ્યું હતું કે, પાટીદા સમાજને અનામતનો લાભ મળે તે માટેની અરજી કરવા અંગે ચર્ચા થશે. આંદોલનમાં શહિદ થયેલાના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી માટે રજુઆત કરાશે. પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસ પરત ખેચવા, બિન અનામત વર્ગ નિગમમાં પડતી મુશ્કેલીઓ દુર કરવા , મહિલાઓને યોગ્ય અનામત અને સ્થાન આપવા ચર્ચા થશે.  ગ્રામ્ય તાલુકા અને જિલ્લા સ્તેરે સામાજીક સંગઠન મજબુત કરવા સહિતના મુદ્દે ચર્ચા થશે. આજની બેઠકમાં મુદ્દાઓ અંગે ચર્ચા કરી નિર્ણય કરીશું. સમાજના પ્રશ્નો અંગે તમામ ધાર્મિક,સામાજિક આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.




C.R. પાટિલે રખડતી ગાયો મુદ્દે શું કહ્યું કે માલધારી સમાજે કર્યો ઉગ્ર વિરોધ ? પાટિલ માફી માગે એની માગ......


ભાવનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાચિલના કહેવાતા નિવેદન સામે ઉગ્ર વિરોધ દર્શાવીને ભાવનગર શહેર કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયું છે. આવેદનપત્ર આપતી વખતે રબારી સમાજના આગેવાનોએ હાય રે પાટીલ, હાય હાયના નારા લગાવ્યા હતા. 


માલધારી સમાજનો આક્ષેપ છે કે, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે,  8 દિવસની અંદર શહેરમાં ગાયો ના દેખાવી જોઈએ.  સીઆર પાટિલના નિવેદનના કારણે માલધારી સમાજ નારાજ હોવાનો દાવો કરીને માલધારી સમાજે આવેદન આપ્યું છે અને આવા નિવેદન સામે સીઆર પાટીલ માફી માંગે એવી માગણી કરી છે. સી.આર. પાટીલ પોતાના શબ્દો પાછા ખેંચે એવી માંગ સાથે માલધારી સમજે કલેકટરને આવેદન પાઠવ્યું છે. આ ઉપરાંત ગૌચરના દબાણો દૂર કરવા અને ગાયો માટે અલગ જમીન ફાળવવા માલધારી સમાજે માંગ કરી છે. 


નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણી નીમીતે ઓઢવ વોર્ડમાં ગાયત્રી ગાર્ડન ખાતે 10 હજાર વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરશન દ્વારા રાખવામા આવ્યો હતો. જેમા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા, જેમા મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.. પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી જન્મ દિવસ ની ઉજવણી ચાલી રહી છે તેના ભાવ રૂપે  આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરોને હરીયાળા બનાવાવા માટે વુક્ષો ખુબ જરૂરી છે. સાથે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો અહીં આવ્યા છે તેના પરથી તેમનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નો વિશ્વાસ સ્પષ્ટ થાય છે. પાટીલે વધુમા જાણાવ્યું કે, તમામ મંદિરમાથી ભિક્ષુક હટાવવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. તમામ જગ્યાએ ભિક્ષુકને હટાવાનો અમારો નિર્ણય છે. સાથે અમદાવાદમા રખડતા ઢોરનો ત્રાસ છે એ પણ હટાવવા અમે કટીબધ્ધ છે.