આ ઉપરાંત આજે અમદાવાદમાં પણ 40 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. કુલ મૃત્યુની વિગતો જોઇએ તો અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં 2, ગાંધીનગરમાં 1, પાટણમાં 1, જામનગરમાં 1, ભાવનગરમાં 2 અને પંચમહાલમાં 1 વ્યક્તિનું મોત થયું છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 308એ પહોંચી છે.
રાજ્યમાં કોવિડ-19 ની જિલ્લાવાર વિગત
અમદાવાદ -- 153
સુરત --- 24
રાજકોટ -- 18
વડોદરા -- 39
ગાંધીનગર -- 14
ભાવનગર -- 22
કચ્છ -- 4
મહેસાણા -- 2
ગિરસોમનાથ -- 2
પોરબંદર -- 3
પંચમહાલ -- 1
પાટણ -- 14
છોટાઉદેપુર -- 2
જામનગર -- 1
મોરબી -- 1
આણંદ -- 2
સાબરકાંઠા -- 1
દાહોદ -- 1
ભરૂચ -- 4