Unseasonal Rain: રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે બીજીબાજુ માવઠાનું સંકટ પણ તોળાઇ રહ્યું છે. આજે વહેલી સવારથી ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માવઠુ થયુ છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. તાજા માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લામાં કેવડિયા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબકવાનો શરૂ થયો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. હવે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીમાં પણ વરસાદ પડવાની પુરેપુરી શક્યતા છે. આ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરી છે. જાણો અહીં....
તાજા માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં કમોસમી વરસાદને લઈ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જાન્યુઆરી બાદ હવે ફેબ્રુઆરીમાં પણ ગુજરાતીઓ માથે માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. આગામી 8 અને 9 તારીખમાં કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠુ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ પડશે. રાજ્યમાં આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલને જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપનું જોર ફેબ્રુઆરી માસની શરૂઆતમાં વધશે, 17 અને 18 ફેબ્રુઆરીમાં પણ હવામાન બદલાશે. 17 અને 18મી તારીખે પણ કમોસમી વરસાદ થઈ શકે છે, મકરસંક્રાંતિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જાન્યુઆરીના અંત સુધીમાં શિયાળો ગાયબ થતો હોય તેવું જણાશે. જાન્યુઆરીના અંત ભાગમાં ગરમીનો અનુભવ થશે. ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા હિતાવહ છે.
વરસાદી ઝાંપટાવાળો રહેશે જાન્યુઆરી, કયા વિસ્તારોમાં ક્યારે પડશે કમોસમી વરસાદ, વાંચો અંબાલાલની અગાહી
હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિના અંગે મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યુ છે કે, નવા વર્ષે આગામી 3 થી 6 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં વાદળવાયુ રહેશે. પશ્ચિમ વિક્ષેપની ગતિવિધિ મંદ હોવાના કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહથી હવામાનમાં ભારે પલ્ટો આવશે. અરબ સાગરમાં વેલમાર્ક લૉ પ્રેશર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિને લઈ દેશના હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. અલનીનોની અસરના કારણે વિષમ હવામાનની સ્થિતિ સર્જાશે. જાન્યુઆરી માસમાં ભારે ઠંડીનો અનુભવ થશે.