VGGS 2024: વાઈબ્રન્ટ ગુજરાતને લઈ વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે. UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી તેમને ગળે મળ્યા હતા અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જે બાદ બંને નેતાએ રોડ શો કર્યો હતો.


10 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે વિદેશી મહેમાનો અને વિવિધ રાષ્ટ્રના વડાઓ સાથે ફોટો શૂટ યોજાશે. મહાત્મા મંદિરમાં PM મોદી ચેક રિ પબ્લીકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા કરશે. વિવિધ રાષ્ટ્રના વડાઓ અને વિદેશી મહેમાનો સાથે PM મોદી ભોજન કરશે. આવતીકાલે પણ PM મોદી ગ્લોબલ CEO સાથે બેઠક કરશે  અને ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિંટેક લીડરશિપ ફોરમ સાથે PM મોદી સંવાદ કરશે . ગિફ્ટ સિટીથી PM મોદી સીધા અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે

10 જાન્યુઆરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ



  • 9 કલાકે રાજભવનથી PM મોદી મહાત્મા મંદિર જવા નીકળશે

  • 9:10 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે

  • 9:15 થી 9:35 કલાક દરમિયાન 3 ગ્રુપ ફોટોગ્રાફ સેશન

  • 9:40થી 12:15 કલાક દરમિયાન 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે PM  

  • 12: 15થી 1: 40 દરમિયાન મહાનુભાવો સાથે PM મોદી ભોજન કરશે

  • 1:40થી 1:50 દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ

  • 1:50થી 2:20 ચેક રિ પબ્લીકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા

  • 2:30થી 2:45 ગ્લોબલ સીઇઓ સાથે PM મોદી કરશે બેઠક

  • 2:45થી 4:45 કલાકનો સમય અનામત રખાયો છે  

  • 4:50 કલાકે ગિફ્ટ સિટી જવા રવાના

  • 5:10 કલાકે PM મોદી ગિફ્ટ સિટીમાં પહોંચશે

  • 5:15થી 6:45 કલાક દરમિયાન ગ્લોબલ ફિંટેલ લીડરશિપ ફોરમના કાર્યક્રમમાં હાજરી આપશે

  • 6:50 કલાકે ગિફ્ટ સિટીથી PM મોદી એરપોર્ટ જવા નીકળશે  

  • 7:15 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે

  • 7:20 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્હી કવા રવાના થશે

  • 8:45 કલાકે PM મોદી દિલ્હી પહોંચશે






રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યોગી સરકારે કર્યો મોટો નિર્ણય, સ્કૂલ-કોલેજ રહેશે બંધ, 22 જાન્યુઆરીએ ડ્રાય ડે