PM Modi in Gujarat LIVE: PM મોદી આવતીકાલે ગાંધીનગરના આઇકોનિક રોડનું નિરીક્ષણ કરશે
Vibrant Gujarat Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરશે
PM મોદી આવતીકાલે ગિફ્ટ સિટી જતી વેળાએ આઇકોનિક રોડનું નિરીક્ષણ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 60 દિવસમાં 6 કિમીનો રોડ તૈયાર કરાયો છે. ગાંધીનગરના ભાઈજીપુરા - PDPU- પંચમેશ્વર, ગિફ્ટ સિટી રસ્તાને આઈકોનિક રોડ તરીકે તૈયાર કરાયો છે. રૂ. 30 કરોડના ખર્ચે 6 કિમીનો આઇકોનિક રોડ તૈયાર કરાયો છે. ગાંધીનગર મનપા અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં લેન્ડસ્કેપિંગ, સાઇકલ ટ્રેક, પંચમેશ્વર ઝંકશન, આઇકોનિલ આઈલેન્ડ અને સિગ્નેચર ગાર્ડન, વોકિંગ ટ્રેક અને કલાત્મક સાઈનેઝનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારના 6000 ફૂલછોડ રોડની સમાંતર ઉછેરવામાં આવ્યા છે.
પીએમ અને યુએઈના રાષ્ટ્રપતિના મેગા રોડ શો બાદ બંને દેશો વચ્ચે કેટલાક એમઓયુ પણ થયા.
પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો શરૂ થઈ ગયો છે. રોડ શોને લઈ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. ઠેકઠેકાણે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
UAE ના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી તેમને ગળે મળ્યા હતા અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેકિન્ટો ન્યુસીએ કહ્યું, અમે સાથે મળીને ઘણી બધી બાબતો પર ચર્ચા કરી, માત્ર કૃષિ જ નહીં પરંતુ પાવર. અમારી પાસે મોઝામ્બિકમાં ઘણી બધી ભારતીય કંપનીઓ છે..અમને તેની જરૂર પડશે. માછીમારી અને પર્યટન ક્ષેત્રે કંઈક વધુ કરીશું.
રોડ શો દરમિયાન બંને દેશના વડા શકિતપીઠ અંબાજીના દર્શન કરી શકશે. પ્રધાનમંત્રી અને UAEના રાષ્ટ્રપતિના રોડ શોના રૂટ પર વિશાળ શકિત કુંભ મૂકવામાં આવ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શકિત કુંભ મૂકવામાં આવ્યો છે.કુંભ ઉપર અંબાજી ધામ અને આદ્યશકિત માં અંબાજીની તસવીર અંકિત કરવામાં આવી છે.
અમદાવાદના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોમાં જોડાયા છે. બાપુનગરના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોને લઈ ઉત્સુક છે. પીએમ ગુજરાતી છે જેનું ગૌરવ છે અને UAE ના રાષ્ટ્રપતિની ઝલક મેળવવા આવ્યા છીએ. તમામ કામ પડતા મૂકીને નાગરિકો રોડ શોમાં પહોંચ્યા છે.
પીએમ મોદી અને દુબઇના રાષ્ટ્રપતિના રોડ શો દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો ઉપસ્થિત છે. અલગ અલગ દસ ટીમો દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. બેભાન થવાના અથવા ચક્કર આવવાના કિસ્સાઓ સમયે મેડિકલ ટીમો સારવાર આપશે. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઈ.
PM અને UAEના રાષ્ટ્રપતિના રોડ શોમાં સિદ્દી સમાજના યુવાઓ ધમાલ કરશે. ગુજરાતના સિદ્દી સમાજનું વિખ્યાત સિદ્દી ધમાલ નૃત્ય રજુ કરવામાં આવશે. ભરૂચથી આવેલા 15 યુવકો દ્વારા સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસતા સિદ્દી સમાજના લોકોનું આ પારંપરિક નૃત્ય છે.
ભારતમાં જાપાનના રાજદૂત, હિરોશી સુઝુકી કહે છે, "હું વાઇબ્રન્ટ ગુજરાત વિશે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે અમારી 70 જાપાનીઝ કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે. અમારી પાસે બે પ્રાથમિકતા ક્ષેત્રો છે - સેમિકન્ડક્ટર અને ગ્રીન ગ્રોથ ઈન્ડસ્ટ્રી. તેથી, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને હું આશા રાખું છું કે આ વાઇબ્રન્ટ ગુજરાત જાપાન અને ભારત વચ્ચેની વિશેષ ભાગીદારી માટે ભવિષ્યમાં નક્કર પ્રગતિ તરફ દોરી જશે."
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે, "વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ શરૂ થઈ રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી વિકાસ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યો, નવા રોકાણો અને ઉદ્યોગો આવ્યા અને તે ઉદ્યોગો થકી લાખો યુવાનો અહીંયા ગુજરાતને રોજગાર અને વ્યવસાયની તકો મળી છે. તેનાથી ગુજરાતના કરોડો લોકોને ફાયદો થયો છે. ગુજરાતના લોકો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા તૈયાર છે..."
ગાંધીનગરમાં આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે. પ્રધાનમંત્રી એ ટ્રેડ શોનુ કર્યુ ઉદ્ઘાટન, ઉદ્ધાટન કરીને ટ્રેડ શોની મુલાકાત પણ લેશે.
વડાપ્રધાન મોદી અને UAE ના રાષ્ટ્રપતિના રોડ શો દરમિયાન ગરબા રજૂ કરાશે. ઈન્દિરા બ્રીજની શરૂઆત થતાં પહેલાં સ્ટેજ બનાવવામાં આવ્યું છે. રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા રજૂ કરવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. જાપાનના વાઇસ મિનિસ્ટરએ ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રસંશા સાંભળી છે. આથી તેઓ વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં, આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાની તેમની ઇચ્છા પૂર્ણ થઇ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. વાઇસ મિનિસ્ટરએ જણાવ્યું કે ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલીગેશનમાં 70 જેટલી કંપની જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી.
ટ્રેડ શો પહેલા Timor-Lesteના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી. Timor-Lesteના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ ગુજરાતને વિકાસનું રોલ મોડલ ગણાવ્યું હતું. તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરી હતી. Timor-Leste વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી છે
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં મુસાફરોને તેમની ફ્લાઈટ પકડવા માટે નિર્ધારિત સમય પહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે. 3 કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું પડશે. કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ 9થી 12 જાન્યુઆરી સુધી અત્યંત વ્યસ્ત રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના તમામ વિદેશી મહેમાનો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. આવી સ્થિતિમાં આગામી ચાર દિવસ એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત રહેશે.આ દરમિયાન વીઆઈપી મુવમેન્ટ પણ થશે. આવી સ્થિતિમાં, એરપોર્ટે સ્થાનિક મુસાફરોને ત્રણ કલાક પહેલા પહોંચી જવા માટે કહ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનાર મહેમાનોને ગુજરાતી અને દેશની અન્ય વિખ્યાત વાનગીઓ પીરસવામાં આવશે. મહેમાનોને જમાડવાની જવાબદારી 2 હોટલને સોંપવામાં આવી છે. લંચની જવાબદારી હોટલ લીલાને અને ડીનરની જવાબદારી હોટલ હયાતને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરનાર મહાનુભાવોના ફોટો સેશન માટે રૂમ તૈયાર કરાયો છે. મોઢેરાના સૂર્ય મંદિરનું ચિત્ર ફોટોના બેકગ્રાઉન્ડમાં સેટ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે 12 સેમિનાર હોલ તૈયાર કરાયા છે.
મહાત્મા મંદિરમાં વિશાળ ડાઈનિંગ હોલ પણ તૈયાર કરાયો છે. જેમાં પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં ભોજન પીરસાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોને નોનવેજ નહિ પીરસાય, પરંતુ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામા આવશે. આ માટે ‘વાઈબ્રન્ટ ભારત થાળી’નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. મહેમાનોની ભોજનની જવાબદારી હોટલ લીલાને સોંપાઈ છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનાર મહેમાનો માટે ખાસ શાકાહારી થાળી તૈયાર કરવામાં આવી છે. વિદેશી મહેમાનોને ત્રણ દિવસ સુધી માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. જેમાં બાસમતી ચોખાથી લઈને પનીર સુધીની ઘણી વાનગીઓ સામેલ હશે.
મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં ભપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.
ગાંધીનગર મહાત્મા મંદિરમાં બેઠકો શરૂ થઇ ગઇ છે. PM મોદી અને ટીમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ વચ્ચે બેઠક શરૂ થઇ છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય પાંચ ગ્લોબલ કંપનીના CEO સાથે પણ PM બેઠક કરશે .
મહાત્મા મંદિર ખાતે PMO જેવું કાર્યાલય ઉભુ કરાયું છે. નરેન્દ્ર મોદી 2 રાષ્ટ્રના વડાઓ સાથે મુલાકાત કરશે. તે સિવાય પાંચ ગ્લોબલ CEO સાથે પણ બેઠક કરશે. પ્રધાનમંત્રીની વિવિધ મહાનુભાવો સાથેની બેઠક માટે કાર્યાલય ઉભુ કરાયું છે. કાર્યાલયની સિક્યુરિટી SPGએ સંભાળી છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટના કારણે અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ ફૂલ થઇ ગયું છે. ફ્લાઈટ અને ચાર્ટર વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પાર્ક કરાશે. 4 દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર અંદાજિત 1 લાખ લોકોનું આવાગમન રહેશે. 400 જેટલી ફ્લાઇટ અને ચાર્ટરનો 4 દિવસ દરમિયાન ટ્રાફિક રહેશે. ચેક રિપબ્લિકના વડાપ્રધાન 33 લોકોના ડેલીગેશન સાથે તેમના એરફોર્સના વિમાનમાં આજે 4:00 કલાકે આવશે. સાઉદી અરેબિયનના વિદેશ મંત્રીનું આજે સવારે 9:35 કલાકે અમદાવાદ આગમન થશે
મંગળવારે પીએમ મોદી સવારે 9.30 વાગ્યે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર પહોંચશે. અહીં તેઓ વિશ્વના ઘણા નેતાઓ અને ટોચના સીઈઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. PM મોદી બપોરે 3 વાગ્યે 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદ્ઘાટન કરશે.
બ્રેકગ્રાઉન્ડ
Vibrant Gujarat Summit: વાઈબ્રન્ટ સમિટ પહેલા વડાપ્રધાન મોદી આજે ટ્રેડ શૉનું ઉદ્ધાટન કરશે. 'ગ્લોબલ ટ્રેડ શો' માં વિઝિટીંગ તરીકે 100 દેશ જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશ ભાગ લેશે. જે બાદ સાંજે યુએઇના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી મેગા રોડ શો યોજશે.એરપોર્ટ પરથી ઈન્દિરા બ્રિજ સુધી બંને નેતાઓ રોડ શૉ યોજશે. વાઈબ્રન્ટ સમિટિને લઈને અમદાવાદ એરપોર્ટ પર આજથી મહેમાનોનું આગમન શરૂ થયું હતું. જેને લઈને પોલીસે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
સવારે 9.20 વાગ્યે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિરે પહોંચશે. બાદમાં સવારે 9.20થી 9.30 વાગ્યે તેઓ અધિકારીઓ સાથે બ્રિફિંગ કરશે. ત્યારબાદ સવારે 9.30થી 10 વાગ્યે વડાપ્રધાન મોદી ટીમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે.
વડાપ્રધાન મોદી સવારે 10.10થી 11.45 વાગ્યા સુધી 5 ગ્લોબલ કંપનીના CEO સાથે બેઠક કરશે. સવારે 11.15થી 12.15 વાગ્યાનો સમય અનામત રખાયો છે. બપોરે 12.15થી 12.25 વાગ્યા સુધી તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે 12.25થી 1 વાગ્યા સુધી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે.
વડાપ્રધાન મોદી બપોરે 1.15 વાગ્યે મહાત્મા મંદિરથી રવાના થશે. બપોરે 1.25 વાગ્યે PM મોદી રાજભવન પહોંચશે. બપોરે 2.45 વાગ્યે PM મોદી રાજભવનથી રવાના થશે. બપોરે 2.55 વાગ્યે હેલિપેડ એક્ઝીબિશન સેંટર પહોંચશે. બપોરે 3.થી 4 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાંજે 4.10 વાગ્યે મહાત્મા મંદિરે પહોંચશે. સાંજે 4.50 વાગ્યે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી સાંજે 5.20 વાગ્યે એરપોર્ટ પર પહોંચશે. સાંજે 5.30 વાગ્યેથી 5.40 વાગ્યે UAEના રાષ્ટ્રપતિને આવકારશે. સાંજે 5.45 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટથી રોડ શો કરશે. સાંજે 6.10 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે હોટલ લીલા પહોંચશે. સાંજે 6.15થી 8.30 વાગ્યે UAEના વડા સાથે બેઠક અને ભોજન કરશે. રાત્રે 8.30 વાગ્યે PM મોદી રાજભવન જવા રવાના થશે. રાત્રે 8.45 વાગ્યે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે.
શેખ મોહમ્મદ બિન ઝાયેદની મુલાકાત ખૂબ ખાસ છે
મોદીએ લખ્યું હતું કે આ કાર્યક્રમમાં મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું આવવું ખૂબ જ ખાસ છે. પીએમ મોદીએ તેમના ટ્વીટમાં કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે મારો ખૂબ જ નજીકનો સંબંધ છે અને મને એ જોઈને આનંદ થાય છે કે આ પ્લેટફોર્મે ગુજરાતના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે અને ઘણા લોકો માટે તકો ઊભી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -