ગાંધીનગરઃ ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રુટ નામના ભારે ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર પણ આ નામને લઈને જોરશોરથી લોકો ચર્ચા કરી રહ્યા છે. જેને કારણે હાલ, સોશિયલ મીડિયા આ મુદ્દો ગાજી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, કમળ જેવું જ ડ્રેગન ફ્રૂટ હોવાથી તેને કમલમ કહેવાય. ડ્રેગન ફ્રુટ ગુજરાતમાં હવે કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે.
આ નામ ખુદ સરકારે આપ્યું છે એટલું જ નહીં, સરકારે નવા નામની માન્યતા માટે દરખાસ્ત પણ કરી છે. જેથી ભવિષ્યમાં ડ્રેગન ફ્રૂટને ઓફિશિયલ કમલમ નામ મળી શકે છે. શહેર અને ગલીઓના નામ બદલતા તો તમે જોયા હશે પરંતુ હવે ડ્રેગન ફ્રૂટનું નામ પણ બદલાઈ ગયું છે.
કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. પણ હવે સરકારે પણ આ ફળને કમલમ્ નામ આપી દીધું છે અને તેને સ્વીકૃતિ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે.
ગાંધીનગરઃ 'કમળ જેવું જ ડ્રેગન ફ્રૂટ હોવાથી તેને કમલમ કહેવાય'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 12:06 PM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, કમળ જેવું જ ડ્રેગન ફ્રૂટ હોવાથી તેને કમલમ કહેવાય. ડ્રેગન ફ્રુટ ગુજરાતમાં હવે કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -