Gandhinagar: ગુજરાતમાં કપાસની ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી છે. જેને લઈ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેણે દેશી કપાસને લઘુત્તમ ટેકાના ભાવમાં સમાવવા રજૂઆત કરી છે. પત્રમાં દેશી કપાસની ખરીદી સમયે વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી છે.



 શું લખ્યું છે પત્રમાં


હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, દેશી કપાસનું વાવેતર વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા અને લખતર તાલુકામાં થાયે છે. આ કપાસનો પાક છ મહિનામાં તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરૂર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોસ્તાહન મળે તે જરૂરી છે. હજુ સુધી આ કપાસના ટેકાના ભાવમાં સમાવેશ થયો નથી અને બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.


રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેદરા તેમજ બગોદરા અને વટામણની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.


બ્રેક ફેઇલ થતાં બસ ખાબકી ખીણમાં


પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ હતી. પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસ પલટી જતાં 12 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને તે રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ અને પછી ખાડામાં પડી. રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી.