ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રદ કરેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મે મહિનાના અંતમાં યોજાશે. ગૌણ સેવાના ઇન્ચાર્જ અધ્યક્ષે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મે મહિનાના અંત સુધીમાં ગૌણ સેવાની મોકુફ કરાયેલી પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરાશે. પરીક્ષાની પદ્ધતિમાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. મે મહિનાના અંતમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થશે. ચેરમેન બદલાયા હોવાની પરીક્ષા મોકુફ રાખવામા આવી છે. પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ માટે નવી એઓપી જાહેર કરવામાં આવશે. પેપરને કેન્દ્ર સુધી પહોંચાડવાની પદ્ધતિમાં સુધારો કરાશે. પરીક્ષાની પદ્ધતિનું ઓનલાઇન મોનિટરિંગ કરાશે. જીપીએસસીની પરીક્ષાની પદ્ધતિને અમલમાં મુકાશે.
આ મામલે અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, અધ્યક્ષ બદલાયા હોવાથી નવેસરથી પરીક્ષા લેવાનો વિચાર કરવામાં આવ્યો છે. આગામી પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળે નવી SOP બનાવી છે. નવી SOP સાથે ગૌણ સેવા પસંદગી મંડળ મોકૂફ પરીક્ષાનું આયોજન કરાશે.ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને આગામી પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્ન પત્રના પ્રિંટિંગ અને ટ્રાસ્પોર્ટેશન અંગે પણ નવી SOP બનાવવામાં આવી છે..પૂર્વ અધ્યક્ષ અસિત વોરા વિરુદ્ધ હાલ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી વાત પણ જીએડીના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, પરીક્ષાા પેપર લીક થવા મામલે તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કાર્યવાહી કરાશે. પરીક્ષા સ્થળે જ્યાં CCTV નહીં હોય ત્યાં લાઈવ વીડિયોગ્રાફી કરાશે..
એ.કે. રાકેશે કહ્યું કે પૂર્વ અધ્યક્ષ સામે હાલ કોઇ કાર્યવાહી કરવાનો કોઇ વિચાર કર્યો નથી. અન્ય ભરતી બોર્ડની સારી બાબતોનો ગૌણ સેવા મંડળ સ્વીકાર કરશે. પરીક્ષા પેપર લીક થયા તેની તપાસ કરાશે અને જવાબદાર સામે કાર્યવાહી કરાશે. પરીક્ષાના સ્થળે સીસીટીવી નહી હોય ત્યાં લાઇવ વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક
Amazon Deal: Valentine’s Day માટે બેસ્ટ ગિફ્ટ, Redmi નો નવો લોન્ચ થયેલો ફોન ખરીદો માત્ર 10 હજારમાં
Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'
LIC IPO: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ LIC IPOને મંજૂરી આપી, હવે સેબીના ગ્રીન સિગ્નલની રાહ