ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રના બીજા દિવસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે પહેલાં સ્પીકરનો ઠપકો સાંભળવો પડ્યો હતો ને પછી ના.બ મુખ્યમંત્રી નીતિન પચેલે પણ ખખડાવ્યા હતા.


ગૃહમાં ચર્ચા વખતે પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે માસ્ક સરખો ના પહેરતાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઠપકો આપ્યો હતો. માસ્ક નીચે કરીને ગૃહમાં બોલી રહેલા કિરીટ પટેલને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, પહેલાં આપ માસ્ક સરખો પહેરી લો પછી બોલો.

એ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોરોનાં સામેની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ મુદે કિરીટ પટેલને આડે હાથ લઈ ખખડાવ્યા હતા. નીતિન પટેલે કિરી પટેલને કહ્યું કે, આપ પ્રોફેસર છો છતાંય આપને કોરોનાં માટે ની દવા કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવા વચ્ચેનો ભેદ ખબર નથી પડતો.