ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રની આજથી શરૂઆથ થઈ છે. સોમવારથી શરૂ થયેલા સત્રની શરૂઆતમાં વિધાનસભામાં વિપક્ષના નનેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા હાજર રહ્યા હતા.


જોકે ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વાઘાણી હાજર નહોતા રહ્યા. વાઘાણીને થોડા સમય પહેલા જ પ્રદેશ પ્રમુખપદેથી દૂર કરીને સી.આર. પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવાયા છે.

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં પાંચ દિવસ કામગીરી ચાલવાની છે. ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસા સત્ર ની શરૂઆત સોમવારથી થઈ છે. કોરોનાના કારણે વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે બેસવાની ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે.

મુખ્ય હોલમાં 92 ધારાસભ્ય અને પ્રેક્ષક ગેલેરીમાં 79 ધારાસભ્યોના બેસવાની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. સોમવારે શોક દર્શક ઉલ્લેખ સાથે સત્રની શરૂઆત થઈ છે.