ભાજપે રાજ્યસભામાં જેમને ટિકિટ આપી એ દિનેશ અનાવાડિયા કોણ છે? ભાજપમાં છે કયા હોદ્દા પર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2021 12:03 PM (IST)
દિનેશ અનાવાડિયા ડિસા ભાજપના આગેવાન છે અને વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, તેઓ ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ પણ છે.
દિનેશ અનાવાડિયાની ફાઇલ તસવીર.
ગાંધીનગરઃ આગામી પહેલી માર્ચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે દિનેશભાઈ પ્રજાપતિ(અનાવાડિયા) અને રામભાઈ મોકરીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ અનાવાડિયા ડિસા ભાજપના આગેવાન છે અને વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, તેઓ ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ પણ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને ભાજપના નેતા અભય ભારદ્વાજના નિધનને પગલે આ બેઠકો ખાલી પડી છે. આ બેઠકો ખાલી પડતા આગામી પહેલી માર્ચે ચૂંટણી યોજાવાની છે.