અશ્વિની કુમારે કહ્યું કે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રહેલા જિલ્લાઓમાં બ્યૂટી પાર્લર, સલૂન, ચાની દુકાન ખોલી શકાશે. તે સિવાય ગ્રીન ઝોનમાં બસની સેવા પણ શરૂ થશે. જોકે બસમાં વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે એસટી બસ સેવા શરૂ કરી શકાશે. તે સિવાય એક પણ ઝોનમાં આગામી બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં.
તેમણે કહ્યુ કે, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ જેવા છ શહેરી વિસ્તારમાં લોકડાઉનનું કડકપણે પાલન કરાવવામાં આવશે. દૂધ, દવા, કરિયાણા, શાકભાજી સિવાયની દુકાનો શરૂ કરી શકાશે નહીં. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ, ખંભાત, બારેજા નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે.