ગાંધીનગરઃ કર્ણાવતી યુનિવર્સિટીમાં બે દિવસીયયૂથ પાર્લિયામેન્ટ ઓફ ઈન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ભારતીય સંસદની કામગીરી સમજી શકે તે માટે આ ફોરમ 23-24 નવેમ્બર, 2019ના રોજ યોજાશે. BAPS સ્વામીનારાયણના સંત બ્રહ્મવિહારી સ્વામીની સાથે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ જે પી નડ્ડા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
ઉદ્ધાટન સમારંભ બાદ મંત્રીઓ, સંસદસભ્યો અને અન્ય જાણીતી હસ્તીઓ સહિત ખ્યાતનામ વક્તાઓના સત્રો યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી તથા વિધાનસભા અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અતિથિ વિશેષ તરીકે સમારંભમાં ઉપસ્થિત રહેશે.