Viral Video: વીડિયોમાં એક યુવતી એરપોર્ટ પર તેના બોયફ્રેન્ડને મળવા માટે દોડે છે.  જ્યારે તે તેને ગળે લગાવવા દોડી જાય છે ત્યારે કંઈક એવું બને છે જે બધાને ચોંકાવી દે છે.


જ્યારે આપ  લાંબા સમય પછી તમારા ખાસ વ્યક્તિને મળો છો, ત્યારે તમારી ખુશીનો કોઈ પાર નથી રહેતો. આવી સ્થિતિમાં દોડીને વ્યક્તિને ગળે લગાવવાનું મન થાય છે. પરંતુ અચાનક આ સમયે અણધારી ઘટના ઘટતા જે સીન થાય છે, તે જોવા જેવો થાય છે. આવી જ એક ઘટનાનો વીડિયો વીડિયો વાયરલ થયો છે.


ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે યુવતી   કારમાંથી ઉતરે છે અને એરપોર્ટથી બહાર આવતા તેના બોયફ્રેન્ડ તરફ સીધી ભાગે અને તેને ગળે લગાવની કોશિશ કરે છે  તે સ્લિપ થઇ જતાં બંને એવા ફસડાઇ પડે છે કે, આ સીન જોઇને બધા જ સ્તબ્ધ થઇ જાય છે.






હસીને બંને લોટપોટ થઇ ગયા


આપે વીડિયોમાં જોયું કે, એક યુવતી એરપોર્ટ પર આપને પાર્ટનરને રિસિવ કરવા આવી હતી અને તેનું ખૂબ જ ઉત્સાહ અને ઉષ્માભર્યુ સ્વાગત કરવા દોડી. જો કે પછી જે થયું તે કોઇને ન હતું વિચાર્યું.  હરપ્રિત દ્વારા શેર કરેલા આ વીડિયોને સંખ્યાબંધ લોકો જોઇ ચૂક્યાં છે. બંને ફસડાઇ પડે અને બાદ બંને એકબીજાને ગળે લગાવે છે અને પછી ખુશી ખુશી ગળે લગાવે છે.


ટવિટર યુઝરે આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું"Falling In Love" લખ્યું લોકો પ્રેમમાં એકબીજામાં ખોવાઇ જાય છે પરંતુ પ્રેમમાં આ રીતે પડવાની મજા પણ મજેદાર છે.


Twitter Down: ટ્વિટર ફરી એકવાર ડાઉન


Twitter Users Faced Trouble: હજારો વપરાશકર્તાઓ માટે ટ્વિટર મંગળવાર, 9 ઓગસ્ટના રોજ ડાઉન થઈ ગયું. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ (Down Detector Website) પર આ સમસ્યા વિશે હજારો અહેવાલો હતા. MacRumorsએ અહેવાલ આપ્યો છે કે અસરગ્રસ્ત વપરાશકર્તાઓએ જ્યારે ટ્વિટરને ઍક્સેસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ સેવા અનુપલબ્ધ હોવા અંગેની પોપ-અપ સૂચના જોઈ રહ્યા હતા. જોકે, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે (Micro-Blogging Platform) બાદમાં જાણ કરી હતી કે સમસ્યાને ઠીક કરવામાં આવી છે.


ટ્વિટર સપોર્ટ એકાઉન્ટે ટ્વિટર ડાઉન થવાની સમસ્યાનો સ્વીકાર કર્યો. તેણે લખ્યું, "તમારામાંથી કેટલાક માટે ટ્વિટર લોડ થઈ રહ્યું નથી - અમે તમને તમારી સમયરેખા પર જલદી પાછા લાવવા માટે કામ કરી રહ્યા છીએ."


Twitter સપોર્ટે સમજાવ્યું કે સમસ્યા શા માટે થઈ


સમસ્યાને ઠીક કર્યાના લગભગ અડધા કલાક પછી, ટ્વિટર સપોર્ટે પાછળથી એક ટ્વિટ પોસ્ટ કર્યું, "અમે તેને ઠીક કરી દીધું છે! અમે આંતરિક સિસ્ટમમાં ફેરફાર કર્યો છે જે યોજના મુજબ થયો ન હતો, તેને પાછો ખેંચી લેવામાં આવ્યો છે. Twitter હવે અપેક્ષા મુજબ લોડ થઈ રહ્યું છે. અમને માફ કરો!"









 


ટ્વિટર ગયા મહિને પણ ડાઉન થયું હતું


વેરાયટી અનુસાર, ગયા મહિને પણ ટ્વિટર લગભગ એક કલાક માટે ડાઉન હતું. આ પહેલા 17 ફેબ્રુઆરીએ પણ યુઝર્સને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ટ્વિટરને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા.


ટ્વિટર એલોન મસ્ક સાથે કાનૂની લડાઈ લડી રહ્યું છે


આ ટેકનિકલ સમસ્યા એવા સમયે આવી છે જ્યારે ટ્વિટર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે કાનૂની લડાઈ લડી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ટ્વિટરે મસ્ક વિરુદ્ધ $44 બિલિયનના એક્વિઝિશન ડીલમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધા બાદ તેમની સામે કેસ દાખલ કર્યો છે.