બેંગલોર : IPL-9 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં બેંગ્લોરુએ ગુજરાતને  ડી વિલિયર્સના 47 બોલમાં 79 રનની મદદથી 4 વિકેટે હાર આપી હતી. ગુજરાત લાયન્સે આપેલા 159 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 159 રન બનાવી રોમાન્ચક જીત મેળવી હતી. બેંગ્લોરની શરૂઆતની 4 વિકેટ જલ્દી પડી ગઇ હતી જેથી મેચ રોમાન્ચક બની હતી અને એક સમયે ગુજરાત આ મચ આસાનીથી જીતી લેશે એવુ લાગી રહ્યું હતું.  પરંતું ડિ.વિલિયર્સ અને અબ્દુલાની 112 રનની ભાગીદરીએ ગુજરાત લાયન્સના હાથમાં આવેલી મેચ છીનવી લીધી હતી.


બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. ગેલ પણ 9 રને પવેલિયન ભેગો થયો હતો. રાહુલ (0) અને વોટ્સન રને આઉટ થયા હતા. બિન્ની 21 રને અને સચિન બેબી 0 રને આઉટ થયો હતો.

IPL-9 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત લાયન્સે ડ્વેન સ્મિથના 73 રનની મદદથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 159 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાત લાયન્સે પોતાની નિર્ધારિત 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી સૌથી વધુ રન ડ્વેન સ્મિથે (73) બનાવ્યા હતા. બેંગલોર તરફથી શેન વોટ્સને સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.

ગુજરાત તરફથી પહેલી વિકેટ બ્રેન્ડન મેક્કુલમ (1)ના રૂપમાં પડી હતી, ત્યારબાદ એરોન ફિન્ચ પણ 4 રને આઉટ થયો હતો. ગુજરાતનો કેપ્ટન સુરેશ રૈના પણ 1 રને આઉટ થયો હતો. બેંગ્લોર સામેની મેચમાં રૈના પોતાનું ફોર્મ બતાવી શક્યો નહોતો. દિને્ેશ કાર્તિક પણ 26 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથે બેગ્લોર સામે લડાયક ઈનિંગ રમી હતી પરંતુ તે પણ 73 રને આઉટ થયો હતો.  રવિંદ્ર જાડેજા પણ 3 રને પેવેલિયન ભેગો થયો હતો.
ક્વોલિફાયર મેચમાં ગુજરાત લાયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વિજેતા બનેલ ટીમ 29મી મેએ રમાનારી ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે પરાજિત ટીમ એલિમિનેટરની વિજેતા ટીમ સાથે બીજો ક્વોલિફાયર મુકાબલો રમશે.