બેંગ્લોંર: જર્મનીની ટેક નિર્માતા કંપની ઑડીએ ગુરુવારે દેશમાં પોતાની સૌથી દમદાર ઑડી કાર આર8વી10 પ્લસ લૉંચ કરી છે. ઑડી ઈંડિયાના પ્રમુખ જો કિંગનું કહેવું છે કે, ઑડી આર8 વી10 પ્લસને અત્યાર સુધીની તમામ કારોથી અલગ અને શાનદાર બનાવી છે. તેમાં ઑડીને છેલ્લાં ઘણાં વર્ષોમાં યોજાયેલી કાર રેસિંગમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે.


કંપનીએ કાર લૉંચ કરવાના અવસરે પોતાના ખાસ બ્રાંડ એંબેસેડર વિરાટ કોહલીની સાથે કિંગે તમિલનાડુમાં તંજિયા એરોસ્પેસ એંડ એવિએશન લિમિટેડની હવાઈ રનવે પર આ કારને ચલાવવાનો મોકો આપ્યો હતો. ઑડી કાર પ્રત્યે પોતાની દિવાનગી વિશે જણાવતા કોહલીએ કહ્યું હતું કે, ઑડી હંમેશાં મારી પસંદગીની કાર રહી છે. હું હંમેશાં ઑડી કારનો પ્રશંસક પણ રહ્યો છું. મારી પાસે એક એ4 અને એક આર8 પણ છે. અત્યારે મારી પાસે ક્યૂ7 પણ છે. હાલ ઑડી કંપનીએ લૉંચ કરેલી કારની એક્સ શોરૂમ કીંમત 2,60,21,000 રૂપિયાથી શરૂ થાય છે. આ કાર શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માત્ર 3.2 સેકેંડમાં પકડી લે છે.