Weather update:હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30 નવેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠુ થઇ શકે છે.


રાજ્યમાં ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ


આવતી 30મી નવેમ્બરથી રાતથી 2જી ડિસેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે.


હવામાન વિભાગે  આગાહી મુજબ સામાન્યથી ભારે વરસાદની શક્યતા જોવાઇ રહી છે.30 નવેમ્બરથી આગામી 24 કલાક સુધી દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.


1 ડિસેમ્બરથી આગામી 24 કલાક સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ અને દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદરમાં વરસાદનો શક્યતા વ્યક્ત કરી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની સાથે તાપમાનનો પારો પણ ગગડશે. પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો પણ અનુભવી શકાશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી તેમજ દિવસભર તાપમાન રહેતા લોકો ગરમીનો અનુભવ કરે છે.


એક સપ્તાહ પહેલા રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 20 તાલુકામાં 1 ઇંચથી વઝધુ વરસાદ નોંધાયો હતો. જેના પગલે  કપાસ સહિતના ઉભા પાકને નુકસાન થયું હતું, ફરી એકવાર ત્રણ દિવસ વરસાદની અગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી જીરૂ સહિતના પાકને નુકસાન થઇ શકે છે.