આસામ: સીમા સુરક્ષા દળ (BSF) અને પોલીસે શનિવારે આસામના કરીમગંજ જિલ્લામાં રૂ. 8 કરોડથી વધુની કિંમતની 2.59 લાખ યાબા ટેબ્લેટ જપ્ત કરી છે.


સીમા સુરક્ષા દળ (BSF) એ પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં શનિવારે આસામના કરીમગંજ જિલ્લામાં 8 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 2.59 લાખ યાબા ટેબ્લેટ જપ્ત કરી છે.


ગુપ્ત માહિતીના આધારે, BSF અને કરીમગંજ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે જિલ્લાના નીલમબજાર પોલીસ સ્ટેશન હેઠળ પૂર્વ બલિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જમીનમાં દાટેલી 2,59,200 Yaba/WY ગોળીઓ મળી આવી હતી.પોલીસે પ્રતિબંધિત દવાઓના જથ્થાના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.


કરીમગંજ જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે BSF અને નીલમબજાર પોલીસ સ્ટેશનના જવાનોએ સંયુક્ત રીતે ઓપરેશન શરૂ કર્યું હતું અને પ્રતિબંધિત અંદાજિત 8 કરોડથી વધુને ડ્ર્રગ્સ જપ્ત કર્યું છે.


“સર્ચ ઓપરેશન દરમિયાન ટીમે 2,59,200 યાબા ટેબ્લેટ રિકવર કર્યા હતા. જપ્ત કરાયેલ વસ્તુઓની બજાર કિંમત અંદાજે 8-10 કરોડ રૂપિયા છે. સંયુકત ઓપરેશનમાં શણની  થેલીઓમાંથી કેટલીક દવાઓ મેળવી અને કેટલીકને જમીનમાં દાટેલી મળી હતી.  આ મોડસ ઓપરેન્ડી સાથે ઘણા લોકો સંડોવાયે હોવાનું સામે આવ્યું છે. જેમાં  એક વ્યક્તિની ધરપકડ થઇ છે. આ ઘટનાની તપાસ કરતા  ટોચના પોલીસ અધિકારીએ ડ્રગ્સ જપ્ત કર્યાની સમગ્ર માહિતી મીડિયાને આપી હતી. નીલાબજાર પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ મામલે કેસ નોંધાયો છે.


ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાંથી પણ અમદાવાદ, દ્વારકા અને કચ્છ તેમજ મોરબીમાંથી સિલસિલાવાર સતત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. દ્વારકાના સલાયા ડ્રગ્સ કેસમાં એટીએસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્લીથી નાઇઝીરીયન નાગરિકની ધરપકડ કરાઈ છે. આરોપીઓની પુછપરછમાં વધુ ખુલાસાની આશંકા વ્યક્ત કરાઈ છે. દ્વારકાના સલાયા ડ્રગ્સ કેસ વધુને વધુ આરોપીઓ એટીએસના હાથે પકડાઈ રહયા છે. 


 



આ પણ વાંચો


દક્ષિણ આફ્રિકાના 2 નાગરિકો બેંગ્લુરુમાં કોવિડ સંક્રમિત મળી આવતા ભારતમાં એલર્ટ, જાણો વધુ વિગતો


ગુજરાત કૉંગ્રેસને લાગ્યો ઝટકો, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ આપ્યું રાજીનામું


કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા અમદાવાદ,  આવતીકાલે અમૂલના નવા મિલ્ક પાઉડર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કરશે