કોરોનાના વધતા વ્યાપની વચ્ચે આ જિલ્લા માટે સારા સમાચાર, એક જ દિવસમાં 10 દર્દીને અપાઈ રજા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 May 2020 02:33 PM (IST)
આ સાથે જ પંચમહાલ જિલ્લામાં કોરોના સામે જંગ જીતીને સાજા થનાર લોકોની સંખ્યા 43એ પહોંચી ગઈ છે.
ગોધરાઃ કોરોનાના કહેરની વચ્ચે હવે ગુજરાતમાં સારા સમાચાર પણ મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લા માટે આજે કોરોનાને લઈને સારા સમાચાર આવ્યા છે. કોરોનાના વધતા વ્યાપની વચ્ચે જિલ્લામાં આજે વધુ 10 દર્દીએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને મ્હાત આપનાર 10 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ પંચમહાલ જિલ્લામાં કોરોના સામે જંગ જીતીને સાજા થનાર લોકોની સંખ્યા 43એ પહોંચી ગઈ છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 74 છે. જિલ્લામાં કુલ 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ગુજરાત સરકારની વેબસાઈટ અનુસાર પંચમહાલમાં અત્યાર સુધીમાં કુલ 1710 લોકોના કોરોનાટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2673 લોકો હજુ પણ કોરેન્ટાઈન હેઠળ છે.