ગુજરાતમાં કુલ 34 હોસ્પિટલને કોરોના વાયરસ માટે રિઝર્વ રાખવામાં આવી છે. જો કોઈપણ સમયે જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવામાં આવશે. બીજી તરફ સરકારે ક્વોરન્ટાઈનું ઉલ્લંધન કરવા પર અત્યાર સુધીમાં કુલ 21 ફરીયાદ દાખલ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે રાત્રે 12 વાગ્યા બાદ રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્વોરન્ટાઈનમાં રહેલા લોકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.