હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગાહી પ્રમાણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદ તાલુકામાં 12.59 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું.
આણંદ જિલ્લામાં આભ ફાટ્યું છે. છેલ્લા 24 કલાકમાં આણંદ તાલુકામાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આણંદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે અને અનેક મકાનો, સોસાયટીમાં પાણી પ્રવેશતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદની સાથે બોરસદ અને પેટલાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
પેટલાદમાં છ ઈંચ વરસાદ પડ્યો છે તો આંકલાવ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે અને ખંભાતમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તારાપુર અને સોજીત્રામાં ચાર ઈંચ અને ઉમરેઠમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આણંદ જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા
આણંદ તાલુકામાં 12.59 ઈંચ
બોરસદ તાલુકામાં 6.61 ઇંચ
પેટલાદ તાલુકામાં 6.10 ઇંચ
આંકલાવ તાલુકામાં 5.43 ઇંચ
ખંભાત તાલુકામાં 4.52 ઇંચ
તારાપુર તાલુકામાં 3.97 ઇંચ
સોજીત્રા તાલુકામાં 3.97 ઇંચ
ઉમરેઠ તાલુકામાં 3.54 ઇંચ
ગુજરાતના આ શહેરમાં આભ ફાટતાં જળબંબાકારની સ્થિતિ? 12 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2020 08:17 AM (IST)
આગાહી પ્રમાણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદ તાલુકામાં 12.59 ઇંચ વરસાદ ખાબક્યો.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -