વરસાદી સિસ્ટમ સક્રિય થતા માછીમારોને 17 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં વરસાદ અને ભારે પવનના કારણે હાઈ ટાઇડ રહેશે તથા 45 થી 65 કિમિની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદની આગાહી ને પગલે રજ્યના અલગ અલગ જિલ્લાઓમાં NDRFની 13 ટીમ તૈનાત કરવામા આવી છે. હવમાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દમણ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં સતત વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં પાણીની સતત થઈ આવક રહી છે. રાજ્યમાં 37 ડેમ નવા નીરથી છલોછલ ભરાયા છે, જ્યારે 74 ડેમ હાઈએલર્ટ પર છે અને 9 ડેમ એલર્ટ પર છે.