ગાંધીનગર: ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 121.30 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લમાં થયો છે. કચ્છમાં 142.18 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણમાં અત્યાર સુધી સીઝનનો 121.30 ટકા વરસાદ થયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 120.79 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 112.24 વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધી 93.85 ટકા વરસાદ નોંધાયો છે.


મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં સૌથી વધુ 152.36 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અરવલ્લીમાં 106.76 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં 147.30 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં 155.95 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 4 સુધીમાં 45 તાલુકામાં વરસાદી માહોલ હતો. છોટાઉદેપુર, મહિસાગરના બાલાસીનોર, ખાનપુર અને કવાંટમાં વરસાદી માહોલ હતો.