અમરેલી: અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઇને વન વિભાગની કામગીરી પર ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. વન વિભાગની બેદરકારીને કારણે ધારી ગીર પૂર્વમાં એક સાથે 4 સિંહો કૂવામાં ખાબક્યા હતા. સિંહોને બચાવવા માટે વનતંત્ર દ્વારા રેસ્કયૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ શિકારની પાછળ દોટ લગાવતા આશરે 100 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા હતા.


જંગલ વિસ્તારમાં મારણ ન મળતા સિંહો ગામ તરફ આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટના બને છે. માણાવાવ સુધી આવી ચડેલા સિંહો એક ખેડૂતના કુવામાં ખાબક્યા હતા. ખેતરના માલિકે વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગે રેસ્ક્યૂ હાથ ધરી તમામ સિંહોને સલામત બહાર કાઢી તેમને જરૂરી સારવાર આપી હતી.

ચારેય સિંહોને વન વિભાગ દ્વારા સ્થળ પરજ સારવાર આપવા આવી હતી. વન વિભાગ અને સ્થાનિક સ્ટાફની જહેમતના કારણે 4 સિંહોને બચાવી શકાયા હતા.