ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે 1310 કોરોના કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 15 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1250 દર્દી સાજા થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 119815 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 45,31,498 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે.


રાજ્યમાં હાલ 16762 એક્ટિવ કેસ છે, જ્યારે 119815 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 16678 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,40,055 પર પહોંચી છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, જામનગર-1, રાજકોટ-1, સુરેન્દ્રનગરમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ