Coronavirus: રાજ્યમાં આજે 1264 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 89.31 ટકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Oct 2020 08:51 PM (IST)
ગુજરાતમાં આજે 1264 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 89.31 ટકા પર પહોંચી ગયો છે.
ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1112 કેસ નોંધાયા છે. આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 363676 પર પહોંચ્યો છે. ગુજરાતમાં આજે 1264 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 89.31 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ 13,985 એક્ટિવ કેસ છે, જ્યારે 1,47,572 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,916 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,65,233 પર પહોંચી છે. રાજ્યમાં આજે કુલ 1264 દર્દી સાજા થયા હતા અને 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,38,392 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે.