પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુરમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો છે. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે.
સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતાના પાન પાર્લર પર અવાર-નવાર સીગારેટ પીવા માટે આવતો હતો. જેથી સગીરાને તેની સાથે પરિચય થયો હતો. યુવક સગીરાને ફોસલાવીને વાતચીત કરતો હતો. જોકે, આ સિવાય તેની સાથે કોઈ સંબંધ નહોતો. આજથી ચાર મહિના પહેલા રાત્રે સાડા અગિયાર વાગ્યે સગીરા પોતાના ઘરમાં અભ્યાસ કરતી હતી. તેની માતાને લાઇટ ચાલું હોય તેની માતાને ઉંઘ ન આવતા તેઓ ઉપરના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. દરમિયાન યુવકે સગીરાની સીડીનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી સગીરાએ કોઈ કામ હશે, તેમ સજી દરવાજો ખોલતાં તે રૂમમાં આવી ગયો હતો. મેં મારી મમ્મીને બોલાવવાનું કહેતા તેણે ના પાડી હતી અને ત્યાં જ બેસી ગયો હતો.
આ પછી તેણે સગીરાને ફોસલાવી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો. સગીરાએ આવું ન કરવાનું કહેતા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સગીરા ડી ગઈ હતી. જેનો લાભ લઈ યુવકે સગીરાને બળજબરથી કપડા ઉતારી નાંખ્યા હતા અને તેના જ પલંગ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કોઈને કહેશે તો બદનામ કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક ઘરેથી જતો રહ્યો હતો.
સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ઘટનાથી ખૂબ જ ડરી ગઈ હતી અને આ અંગે કોઈને વાત કરી નહોતી. તેમજ તે પોતાની નાનીના ઘરે જતી રહી હતી. જોકે, યુવક ત્યાં પણ આવી પહોંચી ગયો હતો. તેમજ ઘરની આજુબાજુ આંટાફેરા કરતો હતો. યુવકને સગીરાની નાની જોઈ જતાં તેને ઠપકો આપીને ભગાડી દીધો હતો. આ પછી સગીરા 24મી ઓક્ટોબરે તેના નાનીના ઘરેથી પરત પાલનપુર પોતાના ઘરે આવી હતી. સગીરા ઘરે આવતાં જ યુવક તેના ઘરની સામે બેસી રહતો હતો અને તેની સામે જોયા કરતો હતો. જેને કારણે તેનું ભણવામાં ધ્યાન લાગતું નહોતું. આમ, યુવક સતત તેની પાછળ પડી જતાં અંતે કંટાળીને સગીરાએ પોતાના મમ્મી-પપ્પાને આ અંગે વાત કરી હતી. જેથી તેમણે ફરિયાદ કરવાનું કહેતા સગીરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મોન્ટ બાયડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરઃ મધરાતે 17 વર્ષની વિદ્યાર્થીનીના રૂમમાં ઘૂસીને યુવકે બળજબરીથી નગ્ન કરીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Oct 2020 11:47 AM (IST)
યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતાના પાન પાર્લર પર અવાર-નવાર સીગારેટ પીવા માટે આવતો હતો. જેથી સગીરાને તેની સાથે પરિચય થયો હતો. યુવક સગીરાને ફોસલાવીને વાતચીત કરતો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -