ગાંધીનગર: આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા વિદ્યાર્થીઓનું પરિણામ 71.69 અને વિદ્યાર્થિનીઓનું 70.85 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે જ્યારે લીમખેડાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.69 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.
ગયા વર્ષે 71.83 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 71.69 ટકા આવ્યું છે. વિદ્યાર્થી પોતાના પરિણામ વિશે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે. આ વખતે કોરોના કહેરના કારણે લોકલ સંક્રમણ ન વધે તે માટે પરિણામ માત્ર ઓનલાઈન જોવા મળશે.
- સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ધ્રોલ 91.42 ટકા
- સૌથી અછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર લીમખેડા 23.02 ટકા
- ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 32.64 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ 84.69 ટકા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 36
- 10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાઓ 68
- A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 44
- A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2576
- અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામની ટકાવારી 74.02 ટકા
- ગુજરાતી માધ્યમનુ પરિણામ 70.77 ટકા
ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા આવ્યું પરિણામ, ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ કયા કેન્દ્રનું છે? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2020 09:24 AM (IST)
આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા વિદ્યાર્થીઓનું પરિણામ 71.69 અને વિદ્યાર્થિનીઓનું 70.85 ટકા પરિણામ આવ્યું
- - - - - - - - - Advertisement - - - - - - - - -