ગાંધીનગર: હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRFની 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, એનડીઆરએફની ટીમ દ્વારા મોરબીમાં 6 લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.
અતિભારે વરસાદને આગાહીના પગલે ગુજરાતમાં NDRFની 13 ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગાંધીનગર અને વડોદરામાં NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં NDRF 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ગાંધીનગર અને વડોદરામાં એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ભારે વરસાદને લઈ ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ NDRFની ટીમોને તૈનાત કરાઈ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2020 10:08 AM (IST)
હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRFની 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -